- બુકિંગ પેટે રૂ|. ૩૦૦૦/- સીટ દીઠ તથા બાકીની રકમ બસ ઉપડવાના દસ દિવસ પહેલા ચુકતે પુરેપુરી ભરવાની છે. તે સિવાય બુકિંગ રદ/કેન્સલ કરવામાં આવશે તથા એડવાન્સ ડીપોઝીટ જપ્ત કરવામાં આવશે. બુકિંગ પેટે રોકડા, મનીઓર્ડર, ડ્રાફ્ટ, આંગડીયા મારફતે સ્વીકારવામાં આવશે.
- સદર પ્રવાસમાં ફેરફારની શક્યતા રહેશે. પ્રવાસ રદ થશે તો તેની ખબર ચાર દિવસ અગાઉ આપવામાં આવશે. કુદરતી તથા આકસ્મિક સંજોગોમાં ગમે ત્યારે પ્રવાસ રદ થઇ શકશે. (ભરેલા નાણા પરત મળશે.) આવા સંજોગોમાં અનુકુળતા હશે તો પ્રવાસની તારીખમાં ૩ થી ૪ દિવસનો ફેરફાર કરવામાં આવશે જે પ્રવાસીઓને માન્ય રાખવાનો રહે છે.
- પ્રવાસ દરમ્યાન એક સમય ચા/કોફી – એક સમય ગરમ અને તાજો નાસ્તો – એક સમય ગુજરાતી જમણ – અવાર નવાર પંજાબી વેજી. જમણ - સ્વીટ્સ તથા ફીસ્ટ વિગેરે – આખા દિવસના વિરામમાં શક્ય બે સમય જમણ (નાસ્તાને બદલે સાદું જમણ) આપવામાં આવશે. છાશ અને પાપડ લીમીટેડ.
- રાત્રી રોકાણ હોટલમાં ફેમીલી દીઠ રૂમમાં રહેવાની વ્યવસ્થા બેડીંગ બીસ્ત્રા સાથે. (ઓઢવા માટે જરૂરી સાધન સાથે લાવવાનું રહેશે.) એક્સ્ટ્રા વ્યક્તિ – એક્સ્ટ્રા સીટ લેનારને પોતાની સાથે રૂમમાં સમાવેશ કરવાનો રહેશે. રૂમમાં એક પથારી આપવામાં આવશે. હોટલના રૂમમાં પ્રવાસી દ્વારા થતી નુકશાની પ્રવાસીએ ભરપાઈ કરવાની રહેશે.
- એલ.ટી.સી. લીવફેર રસીદ ફક્ત જવા આવવાના મુસાફરી બસ ભાડાની પાવતી ગાંધી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના નામની મળશે.
- રાત્રી રોકાણના સ્થળોનુંએડવાન્સ બુકિંગ કરવામાં આવે છે. સંજોગોવસાત કોઈ સ્થળે રૂમો ઓછી આપવામાં આવે કે કેન્સલ કરવામાં આવે તો શક્ય બીજા સ્થળે બીજી હોટલો – ગેસ્ટ હાઉસમાં વ્યવસ્થા કરવામાં આવશે. તે દરેક પ્રવાસીએ માન્ય રાખવાની રહેશે. સહકાર આપવાનો રહે છે. ઘણી જગ્યાએ એક થી બે હોટલમાં રોકાણ થાય છે – તે માટે સહકાર આપવો.
- હોટલ – ગેસ્ટહાઉસ ઘણા ઠેકાણે સિટીની બહાર સીટીથી દુર તથા બે થી ત્રણ માળની હોય છે. રૂમમાં કોઈપણ જાતની એક્સ્ટ્રા સર્વિસ આપવામાં આવતી નથી. હોટલ – ગેસ્ટહાઉસના ચેક આઉટ સમય પ્રમાણે રૂમમાં પ્રવેશ તથા રૂમો ખાલી કરવાની હોય છે.પ્રવાસમાં દરેક જગ્યાએ એક સરખી હોટેલો/ગેસ્ટહાઉસ તથા દરેક પ્રવાસીઓને એક સરખા રૂમો અપાશે નહી. હોટેલમાં કપડા ધોવાની મનાઈ છે. સાબુ-રૂમાલ મરજીયાત છે. ઘરેથી લાવવા. ગરમપાણી અને ટી.વી. મરજીયાત છે – રૂમસર્વિસ નથી.
- પ્રવાસીઓએ પોતાનું ફોટાવાળું આઈ.ડી. પ્રૂફ સાથે રાખવું.
- પ્રવાસીઓએ કપડાની બેગ, વોટરબેગ, પ્યાલો, નાસ્તાની ડીશ, ચમચી, ગરમ કપડા, જરૂરી દવાઓ પોતાની અનુકુળતા મુજબ લેવી. તેમજ અંગત જરૂરિયાત મુબનો સામાન લેવો. કિમતી દાગીના, ચીજ વસ્તુઓ સાથે ન લેવા ન રાખવા વિનંતી. પોતાનો સામાન જાતે સાચવવાનો રહે છે. બેગ બસની ઉપર રહેશે. પ્રવાસીઓએ પોતાનો માલ-સામાન પોતાની જવાબદારીથી બસમાં મુકવાનો તેમજ સાચવવાનો રહેશે. કંપની સંચાલક તથા વ્યવસ્થાપકની કોઈ જવાબદારી રહેશે નહી, તેમજ કોઈપણ પ્રકારનું વળતર મળશે નહી.
- જોવાલાયક સ્થળોની ફી-બોટિંગ-શોપીંગ-મજૂરી-રોપ વે-ઘોડે સવારી- વિગેરે સ્વખર્ચે. ટોલટેક્ષ ટ્રાવેલ કમ્પની ભરશે. મોટા સિટીમાં ગાઈડની વ્યવસ્થા કંપની તરફથી હોય છે.
- પ્રતિબંધિત વસ્તુઓ લઇ બસમાં બેસવાની મનાઈ છે. પકડશે તો તેમના જોખમે પ્રવાસીને છોડી દેવામાં આવશે – અથવા પોલીસને સોંપવામાં આવશે. બસમાં ધુમ્રપાન તથા કેફી પીણાં પીવાની મનાઈ છે.
- જે જગ્યાએ કંપનીની બસ ન જઈ શકે તેવી જગ્યાએ પ્રવાસીઓએ જાતે બીજા વ્હીકલમાં સ્વખર્ચે જવાનું રહે છે. જેમકે મહાબળેશ્વર-દિલ્હી-સિમલા-કુફરી-મનાલી-રોહતાંક-ડેલહાઉસી-ખજીયાર-ચંબા-કતરાથી વૈષ્ણોદેવી-શ્રીનગર-ગુલમર્ગ-પહેલગામ વિ. સ્થળોએ કંપનીની બસ જશે નહી ત્યાંથી દરેક પ્રવાસીઓએ પોતાના જોખમે ત્યાંના વ્હીકલમાં સ્વખર્ચે જવા-આવવાનું રહેશે.
- કોઈપણ પ્રકારના અકસ્માત-લુંટફાટ-નુકસાન-સામાન ચોરાઈ જવા-તૂટી જવા માટે કંપની વ્યવસ્થાપક જવાબદાર રહેશે નહી તેમજ તે અંગે કોઇપણ પ્રકારનું વળતર મળશે નહી. દરેક પ્રવાસીઓએ પોતાના જોખમે પ્રવાસ કરવાનો રહેશે.
- વિગતવાર કાર્યક્રમ તથા રાત્રી રોકાણ હોટલના નામ શક્ય બે દિવસ પહેલા આપવામાં આવે છે.
- પ્રવાસ પ્રોગ્રામમાં જરૂરી ફેરફાર કરવા-ભાવમાં ફેરફાર કરવા-રાત્રી રોકાણમાં ફેરફાર-કોઈપણ પ્રવાસ રદ/કેન્સલ કરવાની સત્તા સંચાલકને રહે છે. બુકિંગ સમયે જે ભાવ અમલમાં હશે તે પ્રમાણે ટીકીટ બુકિંગ કરવામાં આવશે. કોઇપણ રાજ્યનો ટેક્ષ તથા ડીઝલ-ઓઈલમાં ભાવ વધારો કરે તો તે તફાવત ફરજીયાત મજરે આપવાનો રહે છે.
- દેશ વિદેશમાં અમારી સંસ્થા ખ્યાતી ધરાવે છે. વિદેશના અસંખ્ય પ્રવાસીઓએ અમારા પ્રવાસોથી સંતોષ વ્યક્ત કરેલ છે અને પ્રશંસા કરેલી છે. તેમ છતાં જો કોઇપણ જાતની શંકા હોય તો પહેલા ખુલાસો મેળવી ત્યારબાદ જ બુકિંગ કરાવવા વિનંતી.
- બસ પ્રવાસ ગાંધી ટુર્સ તથા અન્ય ટ્રાવેલ્સ કંપનીની બસો ભાડે લઇ આયોજન કરવામાં આવે છે. અરંતુ મેનેજમેન્ટ ગાંધી ટુર્સનું જ રહે છે. 2X2 ૩૫ થી ૪૧ સીટની તથા ૨૦ થી ૨૯ સીટની મીનીબસ / આયસર / ટાટા વિ. બસ હોય છે. છેલ્લી ફિક્ષ સીટ હોય છે.
- રોડ ટ્રાફિક – બસ અકસ્માત – બસ ખરાબી – અન્ય કારણોસર બસ પ્રવાસ વહેલો મોડો પડે, કોઈ સ્થળે ન જવાય તે અંગે રીફંડ મળશે નહી. નક્કી કરેલ સમયે તેની તારીખે પૂરો કરવા પ્રયત્ન રહે છે. દિવસ વધેથી રૂ|. ૯૦૦/- રોજનો ભાવફેર વ્યક્તિ દીઠ એક્સ્ટ્રા આપવાનો રહે છે.
- બુકિંગ તારીખ ટ્રાન્સફર કરવા માટે બુકિંગના ૧૫ દિવસ પહેલા રૂ|. ૫૦૦/- વ્યક્તિ દીઠ ટ્રાન્સફર ફી તરીકે લેવામાં આવશે.
- રોડ ટ્રાફિક – બસ અકસ્માત – બસ ખરાબી – ધુમ્મસ – વરસાદ તથા અન્ય કારણોસર પ્રવાસ વહેલો મોડો થાય તો પણ નક્કી કરેલ તારીખે પ્રવાસ પૂરો કરવામાં આવશે. ઘણા ઠેકાણે વીજળી કાપ – લાઈટ – પાણીની અછત વિગેરેનો અનુભવ થશે.
- કંપની સંચાલક તરફથી કોઈ પ્રવાસીઓને ખાસ સગવડો અપાતી નથી. (નિયમો બહાર) જો લીધી હોય તો લેખિત લઇ લેવા વિનંતી. બસ ઉપડવાના બે દિવસ પહેલા ફોનથી અથવા રૂબરૂ ચોક્કસ સમય તથા તારીખ માટે પૂછવા વિનંતી.
- બસ પ્રવાસ એ રોડ પ્રવાસ છે. પ્રવાસમાં અગવડતા-સગવડતા રહેશે. કોમળ પ્રકૃતિવાળા તથા કોઈ રોગના પીડિત, માનસિક અસરવાળાઓએ પ્રવાસે ન આવવા વિનંતી. સહનશીલતા – સહકાર પ્રવાસને સરળ અને સફળ બનાવશે.
- સીટ બુકિંગ કેન્સલ કરાવવા માટે રૂબરૂમાં લેખિત અરજી આપવાની રહેશે. સીટ બુકિંગ કેન્સલેસનના નિયમો (અ) સીટ બુકિંગ કરાવ્યા પછી બુકિંગ કેન્સલ કરાવશો તો સીટ દીઠ મીનીમમ ૩૦૦૦/- રૂપિયા રિઝર્વેશન ચાર્જ વસુલવામાં આવશે. (બ) પ્રવાસ ઉપાડવાના ૭ દિવસ પહેલા કુલ ભાડાની ૩૫% રકમ (ક) પ્રવાસ ઉપડવાના પાંચ દિવસ પહેલા કુલ ભાડાના ૫૦% રકમ વસુલ કરવામાં આવશે. ત્યારબાદ કોઈપણ જાતનું વળતર/રીફંડ મળશે નહી.
- ઉપરોક્ત નિયમો વાંચી, સમજી તેને અનુસરવાને આધીન તેમજ ફક્ત અમદાવાદની તમામ કોર્ટ કચેરીઓની હુકુમતને આધીન અમોએ પ્રવાસ કરવાનું નક્કી કરી આપની ટ્રાવેલ કંપનીમાં બુકિંગ કરાવેલ છે.
- પ્રવાસીઓએ કપડાની બેગ, વોટરબેગ, બેટરી, ચપ્પુ, ગરમ કપડા તેમજ અંગત જરૂરિયાત મુબનો સામાન લેવો. કિમતી દાગીના, ચીજ વસ્તુઓ સાથે ન લેવા ન રાખવા વિનંતી - કારણ ચોરી, લૂંટ, અકસ્માત માટે કંપની/સંચાલકની કોઈ જવાબદારી રહેતી નથી. બેગ બસની ઉપર રહેશે. પ્રવાસીઓએ પોતાનો માલ-સામાન પોતાની જવાબદારીથી બસમાં મુકવાનો તેમજ સાચવવાનો રહેશે. કંપની સંચાલક તથા વ્યવસ્થાપકની કોઈ જવાબદારી રહેશે નહી, તેમજ કોઈપણ પ્રકારનું વળતર મળશે નહી.
- કંપનીએ નક્કી કરેલા હોટલમાં રાત્રી રોકાણ હોય છે. સ્ટારવાળી અથવા સ્યુટ રૂમ્સ માટે અગાઉથી જન કરવાથી તથા તફાવતની રકમ ભરવાથી જે તે સ્થળે શક્ય વ્યવસ્થા કરી આપવામાં આવશે. રાત્રી રોકાણ એક થી બે હોટલમાં હોય છે.
- એલ.ટી.સી. લીવફેર રસીદ ફક્ત જવા આવવાના મુસાફરી બસ ભાડાની પાવતી ગાંધી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના નામની મળશે.
- સદર પ્રવાસમાં ફેરફારની શક્યતા રહેશે. પ્રવાસ રદ થશે તો તેની ખબર ચાર દિવસ અગાઉ આપવામાં આવશે. કુદરતી તથા આકસ્મિક સંજોગોમાં ગમે ત્યારે પ્રવાસ રદ થઇ શકશે. (ભરેલા નાણા પરત મળશે.) આવા સંજોગોમાં અનુકુળતા હશે તો પ્રવાસની તારીખમાં ૩ થી ૪ દિવસનો ફેરફાર કરવામાં આવશે જે પ્રવાસીઓને માન્ય રાખવાનો રહે છે.
- હોટલના ચેક આઉટ સમય પ્રમાણે રૂમમાં પ્રવેશ તથા રૂમો ખાલી કરવાની રહે છે.
- પ્રવાસીઓએ પોતાનું ફોટાવાળું આઈ.ડી. પ્રૂફ સાથે રાખવું.
- ઘણી જગ્યાએ સીટીથી દુર હોટલો હોય છે. દરેક જગ્યાએ તથા દરેક પ્રવાસીને એક સરખી હોટેલો તેમજ એક સરખી રૂમો તથા એક સરખી રૂમોમાં સગવડ ના પણ મળી શકે. રૂમ સર્વિસ નથી.
- હોટેલમાં કપડા ધોવાની મનાઈ છે. હોટલના રૂમમાં પ્રવાસી દ્વારા થતી નુકશાની પ્રવાસીએ ભરપાઈ કરવાની રહેશે.
- જોવાલાયક સ્થળોની ફી-બોટિંગ-શોપીંગ-મજૂરી-રોપ વે-ઘોડે સવારી- વિગેરે સ્વખર્ચે. ટોલટેક્ષ ટ્રાવેલ કમ્પની ભરશે. મોટા સિટીમાં ગાઈડની વ્યવસ્થા કંપની તરફથી હોય છે.
- બુકિંગ તારીખ ટ્રાન્સફર કરવા માટે બુકિંગના ૧૫ દિવસ પહેલા રૂ|. ૧૦૦૦/- કપલ દીઠ ટ્રાન્સફર ફી તરીકે લેવામાં આવશે.
- બસ પ્રવાસ જર્નીમાં એક સમય ચા/કોફી – નાસ્તો – એક સમય જમણ આપવામાં આવશે. રસોડું સાથે રહે છે. તેમજ અવાર નવાર સંજોગો પ્રમાણે હોટલમાં ચા/પાણી-નાસ્તો તથા જમણવારની વ્યવસ્થા કરવામાં આવે છે. આખા દિવસના વિરામમાં શક્ય બે સમય જમણ આપવામાં આવશે. જૈન ભાઈઓ માટે શક્ય વ્યવસ્થા કરવામાં આવશે.
- સદર પ્રવાસમાં દર્શાવેલા સ્થળોમાં દિલ્હી-સિમલા-કુફરી-મનાલી-રોહતાંક-ડેલહાઉસી-ખજીયાર-ચંબા-કતરાથી વૈષ્ણોદેવી- મહાબળેશ્વર વિ. સ્થળોએ કંપનીની બસ જશે નહી ત્યાંથી દરેક પ્રવાસીઓએ પોતાના જોખમે ત્યાંના વ્હીકલમાં સ્વખર્ચે જવા-આવવાનું રહેશે.
- કોઈપણ પ્રકારના અકસ્માત-લુંટફાટ-નુકસાન-સામાન ચોરાઈ જવા-તૂટી જવા માટે કંપની વ્યવસ્થાપક જવાબદાર રહેશે નહી તેમજ તે અંગે કોઇપણ પ્રકારનું વળતર મળશે નહી. દરેક પ્રવાસીઓએ પોતાના જોખમે પ્રવાસ કરવાનો રહેશે.
- રોડ ટ્રાફિક – બસ અકસ્માત – બસ ખરાબી – ધુમ્મસ – વરસાદ તથા અન્ય કારણોસર પ્રવાસ વહેલો મોડો થાય તો પણ નક્કી કરેલ તારીખે પ્રવાસ પૂરો કરવામાં આવશે. ઘણા ઠેકાણે વીજળી કાપ – લાઈટ – પાણીની અછત વિગેરેનો અનુભવ થશે.
- બસ પ્રવાસ એ રોડ પ્રવાસ છે. પ્રવાસમાં અગવડતા-સગવડતા રહેશે. કોમળ પ્રકૃતિવાળા તથા કોઈ રોગના પીડિત, માનસિક અસરવાળાઓએ પ્રવાસે ન આવવા વિનંતી. સહનશીલતા – સહકાર પ્રવાસને સરળ અને સફળ બનાવશે.
- વિગતવાર કાર્યક્રમ તથા રાત્રી રોકાણ હોટલના નામ શક્ય બે દિવસ પહેલા આપવામાં આવે છે.
- પ્રવાસ પ્રોગ્રામમાં જરૂરી ફેરફાર કરવા-ભાવમાં ફેરફાર કરવા-રાત્રી રોકાણમાં ફેરફાર-કોઈપણ પ્રવાસ રદ/કેન્સલ કરવાની સત્તા સંચાલકને રહે છે. બુકિંગ સમયે જે ભાવ અમલમાં હશે તે પ્રમાણે ટીકીટ બુકિંગ કરવામાં આવશે. કોઇપણ રાજ્યનો ટેક્ષ તથા ડીઝલ-ઓઈલમાં ભાવ વધારો કરે તો તે તફાવત ફરજીયાત મજરે આપવાનો રહે છે.
- દેશ વિદેશમાં અમારી સંસ્થા ખ્યાતી ધરાવે છે. વિદેશના અસંખ્ય પ્રવાસીઓએ અમારા પ્રવાસોથી સંતોષ વ્યક્ત કરેલ છે અને પ્રશંસા કરેલી છે. તેમ છતાં જો કોઇપણ જાતની શંકા હોય તો પહેલા ખુલાસો મેળવી ત્યારબાદ જ બુકિંગ કરાવવા વિનંતી. બસ પ્રવાસ ગાંધી ટુર્સ તથા અન્ય ટ્રાવેલ્સ કંપનીની બસો ભાડે લઇ આયોજન કરવામાં આવે છે. અરંતુ મેનેજમેન્ટ ગાંધી ટુર્સનું જ રહે છે.
- રોડ ટ્રાફિક – બસ અકસ્માત – બસ ખરાબી – અન્ય કારણોસર બસ પ્રવાસ વહેલો મોડો પડે, કોઈ સ્થળે ન જવાય તે અંગે રીફંડ મળશે નહી. નક્કી કરેલ સમયે તેની તારીખે પૂરો કરવા પ્રયત્ન રહે છે. દિવસ વધેથી રૂ|. ૧૮૦૦/- રોજનો ભાવફેર કપલ ટીકીટ દીઠ એક્સ્ટ્રા આપવાનો રહે છે.
- 2X2 મીની બસ ૧૮ થી ૨૮ સીટ અથવા ૪૦ સીટની 2X2 મોટી બસ ,૧૧ થી ૧૮ કપલ માટેનું આયોજન – સંજોગો અનુસાર ફેમીલી તથા નાણા બાળકોને પ્રવેશ આપવા સંચાલકોને સત્તા રહે છે. છેલ્લી ફિક્ષ સીટ હોય છે.
- બસ ઉપડવાના બે દિવસ પહેલા ફોનથી અથવા રૂબરૂ ચોક્કસ સમય તથા તારીખ માટે પૂછવા વિનંતી.
- મીનીમમ ૧૦ કપલ થશે તો જ બસ ઉપાડવામાં આવશે.
- સંજોગોવશાત કોઈ સ્થળે રાત્રી રોકાણમાં રૂમોની વ્યવસ્થા ન મળે તો તે રાત્રીના પૈસા રીફંડ મળશે. કંપની સંચાલક તરફથી કોઈ પ્રવાસીઓને ખાસ સગવડો અપાતી નથી. (નિયમો બહાર) જો લીધી હોય તો લેખિત લઇ લેવા વિનંતી.
- સીટ બુકિંગ કેન્સલ કરાવવા માટે રૂબરૂમાં લેખિત અરજી આપવાની રહેશે. સીટ બુકિંગ કેન્સલેસનના નિયમો (અ) સીટ બુકિંગ કરાવ્યા પછી બુકિંગ કેન્સલ કરાવશો તો કપલ દીઠ મીનીમમ ૬૦૦૦/- રૂપિયા રિઝર્વેશન ચાર્જ વસુલવામાં આવશે. (બ) બસ ઉપાડવાના ૭ દિવસ પહેલા કુલ ભાડાની ૩૫% રકમ (ક) પ્રવાસ ઉપડવાના પાંચ દિવસ પહેલા કુલ ભાડાના ૫૦% રકમ વસુલ કરવામાં આવશે. ત્યારબાદ કોઈપણ જાતનું વળતર/રીફંડ મળશે નહી.
- ઉપરોક્ત નિયમો વાંચી, સમજી તેને અનુસરવાને આધીન તેમજ ફક્ત અમદાવાદની તમામ કોર્ટ કચેરીઓની હુકુમતને આધીન અમોએ પ્રવાસ કરવાનું નક્કી કરી આપની ટ્રાવેલ કંપનીમાં બુકિંગ કરાવેલ છે.
- પ્રતિબંધિત વસ્તુઓ લઇ બસમાં બેસવાની મનાઈ છે. પકડશે તો તેમના જોખમે પ્રવાસીને છોડી દેવામાં આવશે – અથવા પોલીસને સોંપવામાં આવશે. બસમાં ધુમ્રપાન તથા કેફી પીણાં પીવાની મનાઈ છે.
- GST એક્સ્ટ્રા
- પ્રવાસ દરમ્યાન હિલ સ્ટેશન ઉપર એ.સી. બંધ રહેશે તેમજ સંજોગો અનુસાર એ.સી.માં આકસ્મિક ખરાબી ઉભી થાય તો કોઈપણ જાતનું રીફંડ મળશે નહી.